0261 - 2557700 / 2555566 / 9374574514
0261 - 2557700 / 2555566 / 9374574514
ડાયમંડ પ્રોસેસિંગ મશીનના ક્ષેત્રે સમૃદ્ધ અનુભવને કારણે નિષ્ઠા દેશ –વિદેશમાં ગ્રાહકોની પ્રથમ પસંદગી બન્યું છે. સતત સંશોધનો, સમર્પિતતા અને એકનિષ્ઠા સાથે ડાયમંડ પ્રોસેસિંગ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ મશીનોનું નિર્માણ કરવા માટે નિષ્ઠા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેમાં અત્યાધુનિક મશીનરી તથા લેબ ટેસ્ટીંગ સુવિધાઓનો સમાવેશ થાય છે.
નિષ્ઠાએ અદ્યતન AIM (ARTIFICIAL INTELLIGENCE MACHINE) ટેક્નોલોજી દ્વારા તેનું ‘ઓલ ઇન વન’ ડાયમંડ પ્રોસેસિંગ મશીન નિર્મિત કર્યું છે, જે વિવિધ ડાયમંડ પ્રોસેસીસ જેમ કે બ્રુટીંગ, ગ્રાઇન્ડીંગ, ફેસેટીંગ વગેરે એકીસાથે કરી શકે છે.
વધુ જાણો...ઉચ્ચ ઉત્પાદનક્ષમતા, ચોક્સાઈ અને સાતત્ય તથા સ્પર્ધાત્મક કિંમતો આ મશીનના વિશેષ આકર્ષણો છે. સમયસર ડીલીવરી, ઝડપી અને કરકસરયુક્ત ઈન્સ્ટોલેશન અને લોજીસ્ટીક સેવાઓ માટે નિષ્ઠા સુવિખ્યાત રહેલ છે.
નિષ્ઠાએ પ્રમાણિકતાના ઉચ્ચ ધોરણો જાળવ્યા છે અને તેના ગ્રાહકોએ તેનામાં મુકેલ વિશ્વાસ માટે તે ગૌરવ અનુભવે છે. અમે ગ્રાહકોને તેમની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને સરળ બનાવવામાં અમારા અનુભવ અને સેવાઓ વડે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ થઈને મદદરૂપ બનીએ છીએ. નિષ્ઠામાં અમે અમારા સહભાગીઓ સાથે વિશ્વસનીય કાયમી સંબંધો સ્થાપીને ક્ષમતા, ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય સાથે પ્રગતિ કરી રહયાં છીએ.
આજે નિષ્ઠાએ ડાયમંડ પ્રોસેસિંગ મશીનોની સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. તેના મશીન્સ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વિવિધ કેન્દ્રો પર સફળતાપૂર્વક કામગીરી બજાવી રહયાં છે.
નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.
વર્ષોનો અનુભવ
ખુશખુશાલ ગ્રાહકો
ઇન્સ્ટોલેશન્સ