ગ્રાહક સર્વિસીસ પ્રત્યે સમર્પિત

સર્વિસીસ

નિષ્ઠાની કન્સલ્ટીંગ ટીમનો ફાળો દરેક સ્ટેજ જેવા કે ડિઝાઈનીંગ, ઇરેકશન, સ્ટાર્ટ-અપ અને મેન્યુફેક્ચરીંગ ઓપરેશન્સના બધા તબક્કાઓનું મેનેજમેન્ટ વગેરેમાં દેખાઈ આવે છે. આ ઓપરેશન્સની વાસ્તવિક કામગીરી અને ક્ષમતા તેના વિષેની અર્થપૂર્ણ માહિતી દ્વારા જાણી શકાય છે. જે સમાંતરપણે એક બીજો જ વ્યવહારૂ અનુભવ છે. પ્રોડકશન કોસ્ટ, લેબર કન્ટેન્ટ, પ્રોસેસ સ્પેસીફીકેશન, ગુણવત્તા અને ડાયમંડ યુનિટ્સ પાસેથી એકઠી કરેલ પ્રક્રિયા અંકુશ માહિતી, વગેરે આવી મહત્વની વિગતો હેઠળ દર્શાવી શકાય છે. નિષ્ઠાએ ઉત્તમ ગ્રાહક સેવાઓ વડે તેના સંતુષ્ટ ગ્રાહકોના દિલોમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેના ઓનલાઈન સર્વિસ પોર્ટલ પર સર્વિસ કમ્પલેઈન્સ ઓનલાઈન નોધવામાં આવે છે. અને તેનું વિશ્લેષણ કરીને તુરંત ઉકેલ લાવવામાં આવે છે તથા તેનો વ્યક્તિગત રેકોર્ડ જાળવવામાં આવે છે. આ પ્રકારનું પોર્ટલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ફકત નિષ્ઠા ઓટોમેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે.

વધુ જાણો...

ઇન્સ્ટોલેશન

નિષ્ઠા દ્વારા નિર્મિત ડાયમંડ પ્રોસેસિંગ મશીનરી માટે સંપૂર્ણ સોલ્યુશન્સ પુરા પાડવાની વચનબધ્ધતાના ભાગરૂપે નિષ્ઠા ગ્રાહકોને તેના મશીન્સ માટે ઇન્સ્ટોલેશન સેવા પુરી પડે છે. તેના યોગ્યતાપ્રાપ્ત એન્જીનીયરોના નિરિક્ષણ હેઠળ ઓનલાઈન ઇન્સ્ટોલેશન હાથ ધરવામાં આવે છે. સંચાલન માટેની વિના મૂલ્યે મદદ ઉપરાંત ગ્રાહકના સ્ટાફને તાલીમ પણ પુરી પાડવામાં આવે છે. નિષ્ઠા દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ખાસ પ્રોજેક્ટ, આયોજનથી માંડીને પરિપૂર્ણ થાય ત્યાં સુધી હાથ ધરવામાં આવે છે.

ટેકનીકલ મદદ

નિષ્ઠા દ્વારા ચાવીરૂપ પ્રક્રિયાઓ જેવી કે પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરીંગ અને ફોર્મેશન માટે શ્રેણીબધ્ધ ટેકનીકલ સેવાઓ પુરી પાડવામાં આવે છે. તેની સેવાઓમાં પ્રોસેસિંગના બધા જ પાસાઓનો, પ્રોડક્ટ ટેસ્ટીંગથી માંડીને પ્રોડક્શનના સંપૂર્ણ વિશ્લેષણ સુધી સમાવેશ કરવામાં આવે છે. પ્રક્રિયા અને કામગીરીમાં સુધારા માટે પ્રોડક્શન ટીમને મદદ પુરી પાડવી એ તેનું ધ્યેય છે. જે ગ્રાહકોને પ્રક્રિયામાં ફેરફારના કારણોને જાણવા, સમજવા અને સુધારવા માટે મદદરૂપ નિવડે છે.

સંકલન અને તાલીમ

સંકલન અને તાલીમ દ્વારા નિષ્ઠા ગ્રાહકોને એકંદર પ્રોસેસિંગને સફળતાપૂર્વક સુધારવામાં મદદરૂપ બને છે. તે ખરીદીથી માંડીને ઇન્સ્પેકશન તથા પ્રોડક્ટ ડિલીવરી સુધી મદદરૂપ બને છે. નિષ્ઠાની માર્કેટિંગ અને ટેકનીકલ જ્ઞાનથી સુસજ્જ નિષ્ણાત ટીમ ગ્રાહકના સ્ટાફને ડેમો ટ્રેનીંગ પુરી પડે છે અને મેન્યુફેક્ચરીંગની સમસ્યાઓના મુળભૂત કારણો શોધી કાઢીને તે પરત્વે ધ્યાન દોરે છે અને ત્યાર બાદ તેમાં સુધારા માટે વ્યવહારુ ભલામણો કરે છે. જો કે નિષ્ઠા ગ્રાહકની ઈચ્છા અનુસાર તેની કામગીરીને ઢાળી શકે છે. તેઓની જરૂરિયાતના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિષ્ઠા હંમેશા તેઓના ઓપરેશનની ક્ષમતા અને ઉદે્શને ધ્યાનમાં રાખે છે.

ડાયમંડ પ્રોસેસિંગમાં આપનું સહભાગી

નિષ્ઠા લક્ષિત ડાયમંડ પ્રોસેસિંગ સંબંધિત સોલ્યુશન્સ પુરા પડે છે. જે આપની વ્યાવસાયિક પ્રવૃતિઓને મહત્તમ બનાવે છે, ખર્ચ ઘટાડે છે, જોખમ લઘુત્તમ બનાવે છે, ટકાઉ છે અને વર્તમાન સિસ્ટમમાં અટક્યા વિના સામેલ થઇ શકે છે.

દરેક કંપની તેની પોતાની વિવિધ જરૂરિયાતો અને માપદંડો સાથે અદ્વિતીય હોય છે, એ માટે જ નિષ્ઠા ગ્રાહકોને અનુરૂપ પરિવર્તનક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ગ્રાહકોની વ્યાવસાયિક જરૂરિયાતો માટે મહત્તમપણે મદદરૂપ નિવડે છે. સિસ્ટમ્સને જોડનાર તરીકે નિષ્ઠાએ તેની પ્રક્રિયાને આઈટી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના જ્ઞાનને સ્પષ્ટપણે પરિભાષિત મુળભૂત સક્ષમતાઓ સાથે જોડેલ છે. તે ગ્રાહકો માટે વિવિધ પ્રોડક્ટ્સ ડિઝાઇન કરે છે અને આધુનિક ટેકનોલોજી વડે વિકસિત કરે છે. વિશ્વસનિય અને નિવડેલી પધ્ધતિઓનો ઉપયોગ કરે છે અને નિયત સમયે તેની કામગીરી પરીપૂર્ણ કરે છે.

આથી મુળભૂતપણે ગ્રાહકોને બહેતર ડાયમંડ પ્રોસેસિંગ માટે બધી જ સહાય પુરી પાડવાનો અને ગ્રાહકોના ડાયમંડ પ્રોસેસિંગ માટેના સહભાગી બનવાનો તેનો ઉદે્શ છે.

વિડિઓઝ

ઇનોવેશન નિષ્ઠાના
ડીએનએમાં રહેલું છે.

નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.

20
+

વર્ષોનો અનુભવ

2000
+

ખુશખુશાલ ગ્રાહકો

10000
+

ઇન્સ્ટોલેશન્સ

પ્રગતિનો પથ

ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને સમર્પિત સફર

1998

લેથ

2004

મેકસી

2006

રેઈનબો

2008

નેનો

2009

એરો

2010

પ્રીએન્ગલ

2011

વીટફોર્સ

2012

વીટર

2012

ટાઈની

2013

રેનો-ગોલ

2013

રેનો

2014

ટોપેક્સપ્લસ

2015

આઈબ્લોક

2016

ઓલ ઇન વન

આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવતી ટેક્નોલોજી

મેન્યુફેકચરિંગ

  • નિષ્ઠાનો અત્યંત આધુનિક ડિઝાઈન અને મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ રાજકોટ શહેરના સીમાડે સ્થિત છે. જે ભારતના સૌથી ઉદ્યોગપ્રધાન અને ગતિશીલ રાજ્યોમાંના એક એવા ગુજરાત રાજ્યમાં સ્થિત છે, અને જે એન્જીનીયરીંગમાં કુશળતા માટે સુવિખ્યાત છે.
વધુ જાણો ...

ગુણવત્તા

  • એક ગુણવત્તા – કેન્દ્રીત ઉત્પાદન એકમ તરીકે નિષ્ઠા શ્રેષ્ઠ મશીન્સ અને ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન પ્રત્યે મહત્તમ ધ્યાન આપે છે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મશીનો અને અજેય ગુણવત્તાવાળા ઉપકરણોના ઉત્પાદન માટે નિષ્ઠા ગુણવત્તાસભર રો-મટીરીયલનો ઉપયોગ કરે છે.
વધુ જાણો ...

સફળતામાં સહભાગી

  • નિષ્ઠા તેનો અનુભવ, સેવાઓ, વ્યક્તિગત ઉકેલો સર્જવા માટે જે તેના ગ્રાહકોની ડાયમંડ મેન્યુફેક્ચરીંગ પ્રોસેસીસને સરળ બનાવે છે અને નક્કર પરિણામ લાવી આપે છે. તે માટે નિષ્ઠા કદી વિશ્વાસ આધારિત કાયમી સંબંધો વિકસિત કરવાથી ખચકાયું નથી.
વધુ જાણો ...

અમે ડાયમંડ ને વધુ સરળ બનાવીએ છીએ.

વધુ જાણો ...

અમારા ક્લાયન્ટ્સના અમારા વિષે અભિપ્રાયો

નિષ્ઠા દ્વારા ખરેખર આધુનિક ટેકનોલોજીવાળા મશીન્સ બનાવવામાં આવે છે. તેનાથી ઓપરેટર્સ અને ડાયમંડ કંપનીઓ માટે બ્રુટીંગ પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે, જે ખૂબ જ ઉપયોગી છે.

નીતા એક્સપોર્ટ્સ

નિષ્ઠા દ્વારા મેન્યુફેકચર થતા ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સની ખુબ જ સંતોષકારક કામગીરી જોવા મળેલ છે. અમે એ વાતની દાદ આપીએ છીએ કે તેઓના ઓટોમેટીક મશીન્સ દ્વારા અમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.

શુભલક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.

અમે નિષ્ઠા ઓટોમેશન પાસેથી મલ્ટીપલ ડાયમંડ મશીન્સ લીધેલા છે, અમને તે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોન્સ માટે અત્યંત ઉપયોગી થયા છે.

હરિકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.