પ્રોડકટ્સ

ઓલ ઇન વન 6

વિશ્વમાં સૌપ્રથમ વખત નિષ્ઠા આધુનિક અને રેવોલ્યુશનરી ડાયમંડ પ્રોસેસિંગ AIM (ARTIFICIAL INTELLIGENCE MACHINE) ટેક્નોલોજી પ્રસ્તુત કરે છે.

જ્યાં ડાયમંડ્સ પર એવી રીતે પ્રોસેસિંગ કરવામાં આવે છે કે જેથી રો-મટીરીયલને નુકસાન થવાની સંભાવના ઓછામાં ઓછી રહે છે. ચાવીરૂપ પ્રોસેસીસ જેમ કે કોનિંગ, બ્રુટીંગ, વીટ, ટેબલ, બ્લોકીંગ, સીંગલ પેલ (ઓપી), 8 પેલ (તળીયું અને મથાળું) અને 16 પેલ આ એક જ મશીનમાં થઇ શકે છે. તેમાં મલ્ટીપલ ટેન્શન પસંદગી ઉપલબ્ધ છે. જેમાં ટેન્શન 1-2-3 નો ઉપયોગ નોર્મલ ડાયમંડ્સ માટે કરવામાં આવે છે. જયારે ટેન્શન 4-5-6 નો ઉપયોગ ઉચ્ચ જોખમ ધરાવતા ડાયમંડ્સ માટે કરવામાં આવે છે.

ટેકનીકલ વિવરણ
  • પરિમાણ L 365 mm H 650 mm D 585 mm
  • વજન 150 kg
  • વોલ્ટેજ 230 V-50 / 60 HZ
  • વીજ વપરાશ 0.60 A
  • ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ 7 કે તેથી આગળની
  • ઝેડ-એક્સીસ ઉપલબ્ઘ છે.
  • ડાયમંડ સાઈઝ 50 કેરેટ સુધી
  • વ્હીલ મોટર એસી સર્વો પાનાસોનીક
  • સેન્સરની ચોક્સાઈ 6 સેન્સર્સ ફીડ્બેક સિસ્ટમ
વધુ જાણો... વિડિઓઝ

વિશેષતાઓ :

સંપૂર્ણ સમપ્રમાણતા સાથે તળીયે તથા મથાળે પેલનું કામ થઇ શકે છે.

ગેલેક્સી મુજબ જડતર પસંદ કરીને પેલ કરી શકાય છે.

ઓટોમેટીક ફીડ પ્રેશર મશીન દ્વારા જાતે જ નક્કી થઇ જાય છે, જેથી પ્રેશરમાં વધઘટ માટે કોઈ મેન્યુઅલ સેટીંગ્સની જરૂરીયાત રહેતી નથી.

પ્રેશર સોફ્ટવેર દ્વારા ઓટોમેટીકલી જળવાતું હોવાથી જોખમી ડાયમંડ્સ પર પણ સરળતાથી પ્રોસેસ થઇ શકે છે.

એક જ ઓપરેટર ૨ થી ૪ મશીન ઓપરેટ કરી શકે છે.

ડીગ્રીની ઓટોમેટીક મુવમેન્ટ કોનિંગ પ્રોસેસને ઉચ્ચત્તમ ચોકસાઈ પુરી પડે છે.

એંગલ ઓટોમેટીકલી મુવ થતો હોવાથી ડાયમંડને સરીનની સૌથી નજીકની ડીગ્રીએ પ્રોસેસ કરી શકાય છે. તેથી તેને વધુ ઝડપથી અને ચોક્કસાઈપૂર્વક પોલિશ કરી શકાય છે.

ડાયમંડ લઘુત્તમ સ્થાનોએ મુવ થતો હોવાથી તેનું મેનેજમેન્ટ પણ તેની સાથે સાથે લઘુત્તમ બની જાય છે.

બહુભાષી (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી) યુઝર-ફ્રેન્ડલી કોમ્પ્યુટર સોફ્ટવેર.

પાણીની હાજરીમાં સીરામીક વ્હીલ કટીંગ કરતું હોવાથી કટીંગ પ્રોસેસ દરમિયાન સ્ટોન ઠંડો રહે છે.

બ્રુટીંગ પ્રોસેસ દરમિયાન ઓટોમેટીક વોટર ઓન/ઓફ (જેમાં વોટર ટેંક અને વોટર પમ્પનો સમાવેશ થાય છે.)

બધા જ મિકેનીકલ પાર્ટ્સનું ઓટોમેટીક લુબ્રીકેશન સોફ્ટવેરના કમાન્ડ મુજબ નિયમિત અંતરે થતું રહે છે. જેથી મશીનનું આયુષ્ય વધે છે. (જેમાં લુબ્રીકેશન પમ્પનો સમાવેશ થઈ જાય છે.)

બધી પ્રક્રિયાઓ નિયંત્રિત કરવા માટે અદ્યતન મલ્ટીપલ માઈક્રો કંટ્રોલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ચુસ્ત અને ભરોસાપાત્ર યંત્રરચના, લાંબા સમય સુધી ઘસારાનું ઓછું જોખમ, તેથી સેવાઓની જરૂરિયાત ઓછી.

દરેક ઓપરેટર તેનો પાસવર્ડ સેટ કરી શકે છે અને મેનેજરે તેને આપેલ પરવાનગી અનુસાર સેટીંગ બદલાવી શકે છે.

દરેક ડાયમંડની પ્રોસેસિંગના રેકોર્ડ કરેલ વીડીયો વડે પ્રોસેસ થયેલા સ્ટોન્સનો સંપૂર્ણ લોગ રાખવામાં આવે છે.

ઇનોવેશન નિષ્ઠાના
ડીએનએમાં રહેલું છે.

નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.

20
+

વર્ષોનો અનુભવ

2000
+

ખુશખુશાલ ગ્રાહકો

10000
+

ઇન્સ્ટોલેશન્સ

પ્રગતિનો પથ

ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને સમર્પિત સફર

1998

લેથ

2004

મેકસી

2006

રેઈનબો

2008

નેનો

2009

એરો

2010

પ્રીએન્ગલ

2011

વીટફોર્સ

2012

વીટર

2012

ટાઈની

2013

રેનો-ગોલ

2013

રેનો

2014

ટોપેક્સપ્લસ

2015

આઈબ્લોક

2016

ઓલ ઇન વન

અમે ડાયમંડ ને વધુ સરળ બનાવીએ છીએ.

વધુ જાણો ...

અમારા ક્લાયન્ટ્સના અમારા વિષે અભિપ્રાયો

નિષ્ઠા દ્વારા ખરેખર આધુનિક ટેકનોલોજીવાળા મશીન્સ બનાવવામાં આવે છે. તેનાથી ઓપરેટર્સ અને ડાયમંડ કંપનીઓ માટે બ્રુટીંગ પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે, જે ખૂબ જ ઉપયોગી છે.

નીતા એક્સપોર્ટ્સ

નિષ્ઠા દ્વારા મેન્યુફેકચર થતા ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સની ખુબ જ સંતોષકારક કામગીરી જોવા મળેલ છે. અમે એ વાતની દાદ આપીએ છીએ કે તેઓના ઓટોમેટીક મશીન્સ દ્વારા અમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.

શુભલક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.

અમે નિષ્ઠા ઓટોમેશન પાસેથી મલ્ટીપલ ડાયમંડ મશીન્સ લીધેલા છે, અમને તે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોન્સ માટે અત્યંત ઉપયોગી થયા છે.

હરિકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.