મેન્યુફેક્ચરિંગ

નિષ્ઠાનો અત્યંત આધુનિક ડિઝાઈન અને મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ રાજકોટ શહેરના સીમાડે સ્થિત છે. જે ભારતના સૌથી ઉદ્યોગપ્રધાન અને ગતિશીલ રાજ્યોમાના એક એવા ગુજરાત રાજ્યમાં સ્થિત છે. રાજકોટ એન્જીનીયરીંગમાં કુશળતા માટે સુવિખ્યાત છે.

નિષ્ઠા તેના મહત્વના ઓપરેશન્સ વીએમસી, સીએનસી, તથા આધુનિક રીતે સુસજ્જ લેબ, વિશ્વક્ક્ષાના અદ્યતન મશીન્સ અને કોમ્પ્યુટર સંચાલિત ઉપકરણોવાળી મશીન શોપ દ્વારા હાથ ધરીને ઉચ્ચ ગુણવત્તાની ડાયમંડ મશીનરીનું ઉત્પાદન કરે છે.

નિષ્ઠા દ્વારા જરૂરી મશીન્સમાં સતત સુધારો અને ઉમેરો થતો રહે છે. જેથી ડિઝાઈનોની વધતી જતી વૈવિધ્યપૂર્ણ માંગને પહોંચી વળી શકાય.

નવી પ્રોડક્ટ્સ વિકસાવવાની પ્રક્રિયા કસ્ટમર સેમ્પલ્સ અને ડ્રોઈંગ પર આધારિત હોય છે. નિષ્ઠાનું પ્રોડક્ટ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ જેમાં ક્રોસ ફન્કશનલ હેડ્સનો સમાવેશ થાય છે, તે માટેના મેન્યુફેકચરીંગ પેરામીટર્સ નક્કી કરે છે. જેમાં પ્રોડક્ટ્સના ઉપયોગોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

વધુ જાણો ...

એન્જીનીયરીંગ

નિષ્ઠાના ટેકનીકલી ખૂબ જ કુશળ એન્જીનીયરો કે જેઓએ બી.ટેક., એમ.ટેક., સીવીલ એન્જીનીયરીંગ, મીકેનીકલ એન્જીનીયરીંગ અને ડિઝાઈનીગમાં પ્રોફેશનલ ડિગ્રીઓ સાથે સ્પેશીયાલાઈઝેશન કરેલ છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાતો અને ઉચ્ચ ધોરણોથી વાકેફ છે. તેઓ સર્વાંગી વિકાસ માટે દરેક દિશામાં ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ રહે છે. કે જેથી સંબંધિત દરેકને તે લાભદાયી નીવડે.

તેઓની સંયુકત પ્રતિભાઓ, કૌશલ્ય, જ્ઞાન, અનુભવ અને જુસ્સાએ નિષ્ઠાને તે જે આજે છે તે બનાવેલ છે. તેથી તેનો મુખ્ય હેતુ આ એન્જીનીયરોને પ્રેરણા આપવાનો અને તેમની પ્રતિભા નિખારવા માટે પ્રોત્સાહિત કરવાનો, તેઓના જ્ઞાનમાં વધારો કરવાનો અને કાર્યસ્થળે અસાધારણ પરિણામો મેળવવાનો રહ્યો છે. તેઓ પાસે ગ્રાહકોના ઓર્ડર્સ અને કવેરીઝ સંબંધિત છેલ્લામાં છેલ્લી માહિતી હોય છે. જેના વડે તેઓ સાચી દિશામાં યોગ્ય પ્રયત્નો કરી શકે છે.

ડિઝાઈનીંગ

નિષ્ઠામાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક ટેક્નોલોજીસ તેમજ અદ્યતન સિસ્ટમ્સ અને કોમ્પ્યુટર સોફ્ટવેર્સ જેવા કે સોલીડ એજ, યુનિગ્રાફિકસ વગેરે દ્વારા નિષ્ઠા તેની શ્રેષ્ઠ ડિઝાઈનીંગ ટીમ વડે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા સૌથી લોકપ્રિય મશીનરીનું ઉત્પાદન કરે છે. નિષ્ઠાની ગ્રાહક અભિમુખ ડિઝાઈનીંગ પ્રક્રિયા અંતિમ વપરાશકર્તાના અનુભવોની સમજ પર આધારિત છે જેનું ખાસ ધ્યાન નિષ્ઠાની તૈયાર પ્રોડક્ટ્સમાં રાખવામાં આવે છે. નિષ્ઠા ઉપેક્ષિત જરૂરિયાતો શોધી કાઢે છે અને એવી પ્રોડક્ટ્સનું સર્જન કરે છે જેના દરેક ઉપયોગના પાછળ રહેલ હેતુ સાથે અદ્વિતીય કામગીરી કરે છે. તે બ્રાન્ડ ઈમેજ અને પ્રોડક્ટ્સના એસ્થેટીકસનું માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ધ્યાન રાખે છે.

એન્જીનીંયરીંગની દ્રષ્ટિથી જોતા નિષ્ઠા ડિઝાઈનના દરેક પાસા પર ધ્યાન આપે છે. ઇનોવેશન વડે તેને ઉપયોગ માટે સરળ બનાવી સાથોસાથ કિંમતમાં પણ કિફાયતી બનાવે છે. તેના ડિઝાઈન એન્જીનીંયરોની નિષ્ણાત ટીમ સાથે નિષ્ઠા તેના સર્જનાત્મક વિચારોને પ્રારંભથી જ વ્યવહારુ સાબિત કરે છે અને પ્રોડક્શન તથા મેન્યુફેકચરીંગની કોસ્ટમાં ઘટાડો કરે છે.

વિડિઓઝ

ઇનોવેશન નિષ્ઠાના
ડીએનએમાં રહેલું છે.

નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.

20
+

વર્ષોનો અનુભવ

2000
+

ખુશખુશાલ ગ્રાહકો

10000
+

ઇન્સ્ટોલેશન્સ

પ્રગતિનો પથ

ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને સમર્પિત સફર

1998

લેથ

2004

મેકસી

2006

રેઈનબો

2008

નેનો

2009

એરો

2010

પ્રીએન્ગલ

2011

વીટફોર્સ

2012

વીટર

2012

ટાઈની

2013

રેનો-ગોલ

2013

રેનો

2014

ટોપેક્સપ્લસ

2015

આઈબ્લોક

2016

ઓલ ઇન વન

અમે ડાયમંડ ને વધુ સરળ બનાવીએ છીએ.

વધુ જાણો ...

અમારા ક્લાયન્ટ્સના અમારા વિષે અભિપ્રાયો

નિષ્ઠા દ્વારા ખરેખર આધુનિક ટેકનોલોજીવાળા મશીન્સ બનાવવામાં આવે છે. તેનાથી ઓપરેટર્સ અને ડાયમંડ કંપનીઓ માટે બ્રુટીંગ પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે, જે ખૂબ જ ઉપયોગી છે.

નીતા એક્સપોર્ટ્સ

નિષ્ઠા દ્વારા મેન્યુફેકચર થતા ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સની ખુબ જ સંતોષકારક કામગીરી જોવા મળેલ છે. અમે એ વાતની દાદ આપીએ છીએ કે તેઓના ઓટોમેટીક મશીન્સ દ્વારા અમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.

શુભલક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.

અમે નિષ્ઠા ઓટોમેશન પાસેથી મલ્ટીપલ ડાયમંડ મશીન્સ લીધેલા છે, અમને તે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોન્સ માટે અત્યંત ઉપયોગી થયા છે.

હરિકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.