0261 - 2557700 / 2555566 / 9374574514
0261 - 2557700 / 2555566 / 9374574514
એક ગુણવત્તા – કેન્દ્રીત ઉત્પાદન એકમ તરીકે નિષ્ઠા શ્રેષ્ઠ મશીન્સ અને ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન પ્રત્યે મહત્તમ ધ્યાન આપે છે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મશીનો અને અજેય ગુણવત્તાવાળા ઉપકરણોના ઉત્પાદન માટે નિષ્ઠા ગુણવત્તાસભર રો-મટીરીયલનો ઉપયોગ કરે છે. જે ભારતીય અને વૈશ્વિક માપદંડો અનુસારનું હોય છે.
બધા જ મશીનો અને ઉપકરણોને નિષ્ણાત ક્વોલીટી એનાલીસ્ટોના નિરિક્ષણ હેઠળ ચોક્સાઈપૂર્વક ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવે છે. તેઓ ગુણવત્તા સંબંધી સમગ્ર બાબતોની જવાબદારીનું વહન કરે છે અને તેથી જ તેઓ તૈયાર મશીન્સની કડક ગુણવત્તા ચકાસણી હાથ ધરે છે.
વધુ જાણો...ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ ક્વોલીટી ધોરણો અને નિષ્ઠાના પોતાના ચોક્સાઈસભર માપદંડો જાળવી રાખીને આ પરિક્ષણો કરવામાં આવે છે. પરિક્ષણો હાથ ધરતી વખતે જે માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેના ઉદાહરણો નીચે મુજબ છે :
ટકાઉપણું, મજબૂતી, આયુષ્ય, ઉપયોગ, જાળવણી અને કામગીરી.
આ પરિક્ષણો નિષ્ઠાની સતત નવીનીકરણ અને સંશોધનો દ્વારા છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી પુરી પાડવાની કટીબધ્ધતા દર્શાવે છે.
જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગીતાઓથી સુસજ્જ.
પરિક્ષણોના પરિણામો અને ઉત્પાદિત મશીનોનું પ્લાન્ટમાં નિરિક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સુસજ્જ આધુનિક લેબ.
પ્રદર્શન અને માપણી માટે બધા જરૂરી ટેસ્ટીંગ / મેઝરીંગ / ટ્રાયલ ઉપકરણો ઉપલબ્ધ.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના કુશળ નિષ્ણાતો સાથે આધુનિક સોફટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિષ્ઠાના ટેકનોક્રેટ્સ સંશોધનોને સરળ અને ઝડપી બનાવે છે.
ચોક્સાઈ અને મજબૂતીના જરૂરી માપદંડો સિદ્ધ કરતા પહેલા પ્રમાણીકરણ માટે ડિઝાઇન અને કોમ્પોનન્ટ્સનું ૩-ડી મોડલિંગ તૈયાર કરવામાં આવે છે.
પ્રોડક્ટ્સને સંભવિત તમામ ભૂલો અને સમસ્યાઓથી મુકત બનાવવા પ્રોડક્ટ પરફોર્મન્સમાં સમયસર સુધારાઓ તથા ફરિયાદોના મુળભૂત કારણોનું વિશ્લેષણ કરવા માટે નિષ્ઠાની આફ્ટર સેલ્સ ટીમને સંશોધન અને વિકાસ ટીમ સાથે જોડવામાં આવે છે.
પ્રોડક્ટ્સને વધુ ભરોસાપાત્ર અને સક્ષમ બનાવવા માટે ગ્રાહકોને તેમના અભિપ્રાયો અને અનુભવો જણાવવાની છૂટ આપવામાં આવે છે.
નિષ્ઠા તેના ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ડાયમંડ પ્રોસેસિંગ મશીનરી પુરી પાડવાના મુખ્ય ધ્યેયને સિધ્ધ કરવા આધુનિક ટેકનોલોજી, વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ વિશ્વક્ક્ષાની ક્ષમતા વડે ઉત્કૃષ્ટતાનું પાલન કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. નિષ્ઠા મહત્તમ ગ્રાહક સંતોષ અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા અને ગુણવત્તા, વિશ્વસનિયતા, સલામતી, ટેકનોલોજી અને આફ્ટર સેલ્સ સેવાઓ માટેની અપેક્ષાઓ પૂરી કરવા માટે દ્રઢપણે કટીબધ્ધ રહેશે. નિષ્ઠા ગ્રાહકોની અપેક્ષાઓને મહત્વ આપીને પ્રક્રિયામાં સતત સુધારાઓ માટે બધા સ્તરે કર્મચારીઓની સક્રિય ભાગીદારી સાથેની સુવ્યવ્યસ્થિત ટીમ તરીકે કાર્ય કરે છે.
નિષ્ઠાનો આદર્શ ગ્રાહકોની વિનંતી પર તેઓને ઝડપી સેવા પુરી પાડવાનો રહેશે. તેથી તેની વિશેષ કાળજી ગ્રાહકોનું ઉત્પાદન અટક્યા વિના સતત ચાલુ રહે તે માટે રહેશે.
નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.
વર્ષોનો અનુભવ
ખુશખુશાલ ગ્રાહકો
ઇન્સ્ટોલેશન્સ