0261 - 2557700 / 2555566 / 9374574514
0261 - 2557700 / 2555566 / 9374574514
જો આપને કોઈ પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરતા પહેલા અહીં આપેલ પ્રશ્નો અને તેના ઉત્તરો વાંચી જશો. છતાં પણ આપને કોઈ પ્રશ્નો બાકી રહે તો આપ અમારો સંપર્ક જરૂરથી કરી શકો છો.
હાલમાં જે મશીન તમે વાપરો છો તેમાં ટાઇમરથી દર સેકન્ડે પ્રેશર સેટ કર્યું હોય, જેથી તે મશીનમાં ઓપરેટરને પ્રેશર પ્લસ માઇનસ +- કરવું પડે છે. જયારે અમારા ઓલ ઈન વન મશીનમાં ઘણા સમયના રિસર્ચ પછી લેટેસ્ટ ડાયમંડ પ્રોસેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવો સોફ્ટવેર ડેવલપ કરવામાં અમને સફળતા મળી જેના વડે જેમ હીરાને મેન્યુઅલી જે રીતે પ્રેશર આપવામાં આવે તે રીતે અમે ડેવલપ કરેલા સોફ્ટવેરથી તે પ્રેશર સંપૂર્ણપણે ઓટોમેટીકલી આપી શકાય છે, જેથી ઓપરેટરને પ્રેશર +- કરવું પડતું ન હોવાથી માનવીય ભૂલોથી થતી હીરા પરની નુકસાનીને બચાવી શકાય છે.
હા, ‘ઓલ ઇન વન’ મશીનમાં પ્રેશરને ઓટોમેટીકલી ટેન્શન ૧ થી ૬ પ્રમાણે સીલેક્ટ કરી શકાય છે, તેમજ ઓપરેટરને પ્રેશર +- ન કરવું પડતું હોવાથી મશીન એકસરખા પ્રેશરથી ચાલે છે તથા પાણી પણ ઓટોમેટીક મળતું હોવાથી હીરાને કુલીંગ સાથે બનાવી શકાય છે.
મશીનના નામ પ્રમાણે ‘ઓલ ઇન વન’ મશીનમાં બ્રુટીંગ, કોનિંગ, વીટ, ટેબલ, સીંગલ પેલ, બ્લોકીંગ, ૮ પેલ તથા ૧૬ પેલ જેવી કાચા હીરા પરની લગભગ બધી જ પ્રોસેસીસ કરી શકાય છે.
મશીનમાં દરેક મુવીંગ પાર્ટ્સ પર દર ૩૦ મીનીટે ઓઈલીંગ ઓટોમેટીક થતું હોવાથી મશીનના મિકેનીકલ પાર્ટ્સમાં લાંબા સમય સુધી ઘસારો લાગતો નથી, જેથી લાંબા સમય સુધી મશીન એકસરખું પરફોર્મન્સ આપે છે.