0261 - 2557700 / 2555566 / 9374574514
0261 - 2557700 / 2555566 / 9374574514
નિષ્ઠાના મૂળભૂત સિદ્ધાંતો કંપનીના ઘડતરમાં વર્ષોથી માર્ગદર્શક રહ્યાં છે. નિષ્ઠા હંમેશા આ સિદ્ધાંતોને વળગી રહીને તેના કાર્યોમાં, તેમજ કર્મચારીઓ, ગ્રાહકો અને સપ્લાયરો સાથેના તેના સંબંધોમાં તેનો અમલ કરીને તેને વાસ્તવિક રૂપ આપે છે.
તે અમને ધોરણો સ્થાપિત કરવા માટે શક્તિમાન બનાવે છે, વિશ્વાસ પ્રેરે છે અને ડાયમંડના આયુષ્યચક્રને મહત્તમ બનાવે છે. જે અમારા ગ્રાહકો તથા સામાન્ય લોકો માટે લાભદાયી નીવડે છે. તે અમને ઉત્કૃષ્ટતા, નેતૃત્વ અને નવીનીકરણના ધ્યેયો માટેનો જુસ્સો જાળવી રાખવાના આદર્શો પ્રતિ કટિબદ્ધ બનાવે છે.
વધુ જાણો...નિષ્ઠા તેના કસ્ટમર્સ અને સપ્લાયર્સ સાથેના વ્યવહાર અને કાર્યોમાં દ્ઢતાપૂર્વક નૈતિકતા અને પ્રમાણિકતાનું પાલન કરે છે.
દઢ સંઘભાવના વડે નિષ્ઠા વિચારોના આદાન-પ્રદાન, પરસ્પર સહકાર, આદર તથા એકસરખા ધ્યેયો પ્રત્યેની નિષ્ઠા માટે અડગપણે લગાવ ધરાવે છે.
નિષ્ઠા સાતત્યસભર ગ્રાહક સંતોષ પ્રત્યે સમર્પિત છે અને તેમણે ખરીદેલ પ્રોડક્ટ્સની મહત્તમ ઉપયોગિતા સુનિશ્ચિત કરવા વૈશ્વિક ધોરણે સેવાઓ પુરી પાડવા કટિબદ્ધ છે.
નિષ્ઠા ટેક્નોલોજી અને સર્જનાત્મકતા વડે અત્યાધુનિક પ્રોડક્ટ્સ નિર્મિત કરવા માટે અગ્રેસર રહેવા સતત પ્રયત્નશીલ રહે છે તથા ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો સાથે સોલ્યુશન્સ મેળવે છે.
બાબતોને સરળ બનાવવી જોઈંએ, પરંતુ વધુ સાદી નહીં. - આઇન્સ્ટાઇન
ઉપરોક્ત સિધ્ધાંતને અમલમાં મુકીને નિષ્ઠા ટેકનોલોજીની દ્રષ્ટીએ ઉચ્ચ શ્રેણીની પ્રોડક્ટ્સ અને
સોલ્યુશન્સ નિર્મિત કરે છે, જે હંમેશા ગ્રાહકલક્ષી હોય છે.
નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.
વર્ષોનો અનુભવ
ખુશખુશાલ ગ્રાહકો
ઇન્સ્ટોલેશન્સ