પ્રિ-બ્લોકીંગ મશીન (હોરીઝોન્ટલ સીરામીક ઘંટી)

ઘણા વર્ષોના રીસર્ચ બાદ નિષ્ઠાએ પ્રસ્તુત કર્યુ છે વિશ્વમાં સેો પ્રથમ "AIM" (Artificial Intelligent Machine) ટેકનોલોજી સાથેનું પ્રિ-બ્લોકીંગ મશીન એટલે કે હોરીઝોન્ટલ સીરામીક ઘંટી.

ટેકનીકલ વિવરણ
  • પરિમાણ L 365 mm H 700 mm D 585 mm
  • વજન 210 kg
  • વોલ્ટેજ 230 V-50/60 Hz
  • વીજ વપરાશ 0.80 Amp
  • ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ 7 કે તેથી આગળની
  • ઝેડ-એક્સીસ ઉપલબ્ઘ છે.
  • ડાયમંડ સાઈઝ >2 કેરેટ
  • વ્હીલ મોટર એસી સર્વો પાનાસોનીક
  • સેન્સરની ચોક્સાઈ 9 સેન્સર્સ ફીડબેક સીસ્ટમ
વધુ જાણો...

વિશેષતાઓ :

પ્રિ-બ્લોકીંગ મશીનમાં હીરો ઘંટીની જેમજ સાઇડના ફેસથી ઘસાય છે જેથી સારામાં સારૂ બ્લોકીંગ કરી શકાય છે.

સેોપ્રથમ હીરા પર જે પ્રોસેસ કરવી હોય તે મુજબનો પ્રોગ્રામ સિલેકટ કરી ઓફસેટ બટન દબાવી લાઇન સેટ કર્યા બાદ ફક્ત રન બટન દબાવવાથી સોફ્ટવેર ઓટોમેટિક પ્રેશર સેટ કરી હીરો બનાવે છે.

પ્રિ-બ્લોકીંગ મશીનમાં મેન્યુઅલ પ્રેશર ઓપરેટર સેટ કરી શકતા નથી.

પ્રિ-બ્લોકીંગ એક એવું મશીન છે જેમાં હીરાનું સંપૂર્ણ ટેબલ '૦' ડીગ્રીએ ટેબલ બ્લોકીંગ કરી શકાય છે.

પ્રિ-બ્લોકીંગ મશીનમાં તળીયે મથાળે ૮ થી ૧૬ પેલ સાથે સંપૂર્ણ હીરો બનાવી શકાય છે.

મશીનમાં કાચા હીરા પર સીધા પેલ પાડી શકાય છે તેથી ૨ ઇન ૧ મશીન તથા બ્લોકીંગ ઘંટીની જરૂરીયાત ખૂબ જ ઓછી રહે છે.

બે વખત હીરાને સ્ટીકીંગ કરવાથી ટેબલ તળીયે મથાળે ૮ થી ૧૬ પેલ સાથે સંપૂર્ણ હીરો બનાવી શકાય છે.

પ્રિ-બ્લોકીંગ મશીનમાં એંગલ ડિગ્રી મુજબ ઓટોમેટિક મુવ થાય છે.

ગેલેક્સી પ્રમાણે કસર સેટ કરી પેલ સીલેક્ટ કરી શકાય છે.

હીરાની રફ તથા એમરીનો ગ્રેડ વગેરે ડેટા મશીનમાં નાખ્યા બાદ જ કામ કરી શકાતું હોવાથી સારામાં સારી પ્રોડક્ટીવીટી તથા મિનીમમ નુકસાનીમાં હીરા પર કામ કરી શકાય છે.

કોઇપણ પેલ ઘસવામાં હાર્ડ પડે તો સોફ્ટવેર જાતે પેલ ફેરવી નાખે છે. તેમજ ટેબલ બ્લોકીંગ કરતી વખતે હીરો હાર્ડ પડે તો સોફ્ટવેર હીરાની ચાલ પણ ફેરવી નાખે છે.

આ મશીન ફાસ્ટ પ્રોડક્શન આપતું હોવાથી હીરાની પ્રોસેસનો સાયકલ ટાઇમ ઘટાડી શકાય છે.

ટેબલ તથા પેલ કર્યા બાદ હીરાને ફક્ત ઘુંટવાનું જ કામ બાકી રહે છે.

ઓપરેટર સોફ્ટવેરમાં મનપસંદ ભાષા સિલેક્ટ કરી આસાનીથી મશીન ઓપરેટ કરી શકે છે.

'AIM' ટેકનોલોજીનો ઉપયોગ કરવાના લીધે મશીન ઓપરેટરને કોઇ ભૂલ હોય તો મેસેજ આપી એલર્ટ કરે છે તથા ટ્રેનીંગ પણ આપે છે.

પ્રિ-બ્લોકીંગ મશીનના સોફ્ટવેરની ડિઝાઇન "IOT" (Internet of things) મુજબ થઇ હોવાથી મશીનની ૭૦% સર્વીસ તથા મશીનનું એનાલીસીસ સપોર્ટથી કરી શકાય છે.

એક ઓપરેટર મિનીમમ ૩ કરતા વધારે મશીન ચલાવી શકે છે.

ઓપરેટર અને મેનેજરના લોગ ઇન અલગ હોવાથી મેનેજર મશીનના ફંકશન જાતે અલગથી સેટ કરી શકે છે જેથી ઓપરેટરની ભૂલ ઘટાડી શકાય છે.

દર ૩૦ મીનીટે દરેક મીકેનીકલ પાર્ટ્સ પર ઓટોમેટીક લુબ્રીકેશન થતું હોવાથી લાંબા સમય સુધી મશીનમાં મેઇન્ટેનન્સ આવતું નથી.

મશીનમાં પ્રોસેસ દરમ્યાન પાણી ઓટોમેટીક મળતું હોવાથી હીરા પર કુલીંગ જળવાઇ રહે છે.

મશીનમાં દરેક પ્રોસેસનું વીડીઓ રેકોર્ડીંગ થતું હોવાથી કોઇપણ ભૂલને ચેક કરી શકાય છે.

ઇનોવેશન નિષ્ઠાના
ડીએનએમાં રહેલું છે.

નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.

20
+

વર્ષોનો અનુભવ

2000
+

ખુશખુશાલ ગ્રાહકો

10000
+

ઇન્સ્ટોલેશન્સ

પ્રગતિનો પથ

ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને સમર્પિત સફર

1998

લેથ

2004

મેકસી

2006

રેઈનબો

2008

નેનો

2009

એરો

2010

પ્રીએન્ગલ

2011

વીટફોર્સ

2012

વીટર

2012

ટાઈની

2013

રેનો-ગોલ

2013

રેનો

2014

ટોપેક્સપ્લસ

2015

આઈબ્લોક

2016

ઓલ ઇન વન

અમે ડાયમંડ ને વધુ સરળ બનાવીએ છીએ.

વધુ જાણો ...

અમારા ક્લાયન્ટ્સના અમારા વિષે અભિપ્રાયો

નિષ્ઠા દ્વારા ખરેખર આધુનિક ટેકનોલોજીવાળા મશીન્સ બનાવવામાં આવે છે. તેનાથી ઓપરેટર્સ અને ડાયમંડ કંપનીઓ માટે બ્રુટીંગ પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે, જે ખૂબ જ ઉપયોગી છે.

નીતા એક્સપોર્ટ્સ

નિષ્ઠા દ્વારા મેન્યુફેકચર થતા ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સની ખુબ જ સંતોષકારક કામગીરી જોવા મળેલ છે. અમે એ વાતની દાદ આપીએ છીએ કે તેઓના ઓટોમેટીક મશીન્સ દ્વારા અમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.

શુભલક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.

અમે નિષ્ઠા ઓટોમેશન પાસેથી મલ્ટીપલ ડાયમંડ મશીન્સ લીધેલા છે, અમને તે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોન્સ માટે અત્યંત ઉપયોગી થયા છે.

હરિકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.