0261 - 2557700 / 2555566 / 9374574514
0261 - 2557700 / 2555566 / 9374574514
નિષ્ઠા માને છે કે પૃથ્વીનો આ ગ્રહ એ આપણો સંયુક્ત વારસો છે. આપણે બધા ધરતી માતાના ઋણી છીએ. જવાબદાર વૈશ્વિક નાગરિક તરીકે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ જ નહીં બલ્કે એ આપણી જીવન જીવવાની પધ્ધતિ હોવી જોઈએ.
એક કંપની તરીકે નિષ્ઠા હંમેશા પર્યાવરણને થતી હાનિકારક અસરોને ઓછામાં ઓછી કરવા પ્રયત્નશીલ છે. આ પ્રક્રિયાના માર્ગમાં અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારીને તે વધુ ઉર્જા દક્ષતા મેળવે છે.
વધુ જાણો ...નિષ્ઠા પોતે જ જયારે પણ તક મળે ત્યારે વૃક્ષો વાવવા માટે અગ્રેસર રહે છે. એ તેની સાથે સંકળાયેલ લોકોને મોટા પાયે વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે તે પર્યાવરણની કાળજી લે છે. નિષ્ઠા દેશને પર્યાવરણ–મિત્ર બનાવવાનો સંદેશ સમાજમાં પહોંચાડવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો કરી છૂટે છે. પર્યાવરણને બચાવવા તે એવો માહોલ પેદા કરવામાં સહભાગી બને છે કે જેથી સમાજ આપણા પર્યટન અને તીર્થ સ્થળોને સ્વચ્છ રાખવા પ્રેરાતો રહે.
નિષ્ઠાનું ધ્યેય તેની સાથે સંકળાયેલા તમામ લોકોને કામગીરી માટે આરોગ્યપ્રદ અને તાણમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે. જો કે તેની પ્રોડક્શન પ્રક્રિયાનો પ્રદુષણ પેદા કરતી પ્રવૃતિ હેઠળ સમાવેશ થતો નથી. છતાં તેની કોઈપણ ઉત્પાદન પ્રક્રિયાઓ દરમિયાન વાયુ પ્રદુષણ ઉદભવવાનું કોઈ જોખમ ન રહે તેનું ધ્યાન રાખે છે અને તેને અચૂકપણે દૂર રાખે છે.
જળનો પ્રવાહ યોગ્ય ડ્રેનેજ લાઈનો અને સેનિટેશન પ્લાનીંગ દ્વારા યોગ્ય રીતે જાળવી રાખવામાં આવે છે. વરસાદનું વધારાનું પાણી યોગ્ય રીતે વહાવવામાં આવે છે કે જેથી પ્રદુષણ ન સર્જાય.
જ્યાં સુધી ધ્વનિ પ્રદુષણનો પ્રશ્ન છે ત્યાં સુધી નિષ્ઠાના મશીન્સમાં ધ્વનિ પ્રદુષણ સુરક્ષાના ધોરણોના સૌથી કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. ધ્વનિ પદુષણની શક્યતાને લઘુત્તમ બનાવવા નિયમિત ચકાસણી હાથ ધરવામાં આવે છે.
નિષ્ઠા માને છે કે વૈશ્વિક હવામાન પરિવર્તનની સમસ્યાનો હલ લાવવા માટે આપણે પોતાના નાનકડા પ્રયત્નો દ્વારા કાર્બનની તીવ્રતા ઘટાડીને ફાળો આપી શકીએ છીએ. જે નીચે જણાવ્યા અનુસાર કરી શકાય :
વૃક્ષો વાવીએ, જે કાર્બન ડાયોકસાઇડને શોષી લે છે.
રીચાર્જેબલ બેટરીઓનો ઉપયોગ કરીએ.
આપણા કપડાં ઠંડા કે ગરમ પાણીથી ધોઈએ.
ડિશ વોટર પર હીટેડ ડ્રાય ફંક્શન બંધ કરીને રાખીએ.
બધા જ બલ્બ્સ એલઈડીના જ વાપરીએ.
સ્થાનિક સંસ્થાઓ સાથે કામગીરી કરીને નિષ્ઠા સમાજના લોકોને તેઓ પોતાના વિસ્તારના બહેતર પર્યાવરણ રક્ષક બને તે માટે મદદરૂપ બને છે.
નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.
વર્ષોનો અનુભવ
ખુશખુશાલ ગ્રાહકો
ઇન્સ્ટોલેશન્સ