કંપની વિષે

નિષ્ઠા ટેક્નોલોજીને માનવીય સ્પર્શ આપવામાં અને વિશ્વાસ આધારિત સંબંધોની સ્થાપના બદલ ગૌરવ અનુભવે છે. છેલ્લાં વર્ષોમાં આપના સપનાઓ સાકાર કરવાના હેતુસર ઘણા અદભૂત મશીન્સનું નિર્માણ નિષ્ઠા ઓટોમેશન દ્વારા થયું છે. આપની ડાયમંડ પ્રોસેસિંગ ફેક્ટરીની જરૂરિયાતોને અનુરૂપ નવી પ્રોડક્ટ્સ બનાવવા ઉપરાંત સમયની સાથે ચાલતા રહીને તેમાં નવા નવા અપગ્રેડેશન પણ નિષ્ઠા દ્વારા થતા રહે છે.

ભૂતકાળમાં ડાયમંડ પ્રોસેસિંગ મશીનરીની વિશાળ રેન્જનું નિર્માણ કર્યા બાદ વર્ષે 2016 ની મધ્યમાં નિષ્ઠાએ તેનું રેવોલ્યુશનરી ‘ઓલ ઇન વન’ ડાયમંડ પ્રોસેસિંગ મશીન લોન્ચ કર્યું હતું. જે આધુનિક અને રેવોલ્યુશનરી ડાયમંડ પ્રોસેસિંગ AIM (ARTIFICIAL INTELLIGENCE MACHINE) ટેક્નોલોજી વડે બધી જ પ્રોસેસ કરી શકે છે, જેનો વિશ્વમાં સૌપ્રથમ વખત નિષ્ઠા દ્વારા પ્રારંભ થયો છે. આવા ઉત્તમ અભિગમ વડે નિષ્ઠાએ વિવિધ રીતે આપના ડાયમંડ્સને સતત સ્પર્શ કરવાનું જાળવી રાખ્યું છે.

વધુ જાણો...

સ્વપ્ન

નિષ્ઠાનું સ્વપ્ન છે હીરા ઉદ્યોગના તમામ સ્તરની પહોચમાં હોય તેવા હાઈ-ટેક સોલ્યુશન્સ, ઉચ્ચ મૂલ્યો અને ગુજરાતની ધરાની સંસ્કૃતિને અનુસરીને ગુણવત્તાપૂર્ણ માનવ સંસાધનો અને અદ્યતન ટેકનોલોજીના સુભગ સંયોજન વડે પુરા પાડવા, જે વ્યાવસાયિક દષ્ટિએ સુયોગ્ય હોય. તદુપરાંત નિષ્ઠા તેના લોકો તથા પર્યાવરણ માટે કાળજી ધરાવે છે. તે એવા વિકાસમાં માને છે જે લાંબો સમય ટકી રહે તેવો હોય અને પર્યાવરણ માટે હાનિકારક ન હોય. તેથી આ માર્ગે ચાલીને નિષ્ઠા તેની મશીનરી પ્રોડક્ટ્સ ખાસ સિસ્ટમ વડે નિર્મિત કરે છે જે ઓપરેટર્સ અને મશીન્સને આરોગ્ય માટે હાનિકારક ધુળ તથા રજક્ણોથી બચાવે છે કારણ કે નિષ્ઠા ક્યારેય તેના મૂલ્યો સાથે સમાધાન નહિ કરે.

ધ્યેય

નિષ્ઠાનું ધ્યેય છે સંપૂર્ણ ગ્રાહક સંતોષ માટે ટેકનીકલ જ્ઞાન અને કાર્યક્ષમ સેવાઓ વડે સંપૂર્ણ ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ પુરા પાડવાનું છે. એક જવાબદાર વ્યાવસાયિક એકમ તરીકે નિષ્ઠા તેના દ્વારા ઉત્પાદિત દરેક મશીનમાં ગુણવત્તા અને ચોકસાઈને વળગી રહી ગ્રાહકોના મહત્તમ લાભને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સતત પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. નિષ્ઠા નવીનીકરણ દ્વારા અગ્રેસર રહે છે અને બૌદ્ધિક સંપદાનું નિર્માણ કરી સમાજ તથા દેશની સેવા કરવાની નેમ ધરાવે છે. તેથી નિષ્ઠા ગ્રાહકોને વિવિધ મોડેલ્સમાં ઉપલબ્ધ, તેની ક્રાંતિકારી એઇમ ટેકનોલોજી દ્વારા નિર્મિત અદ્યતન ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સના ગૌરવશાળી માલિક બનવા માટે મદદરૂપ બને છે કે જેથી તેઓ નિષ્ઠાના ઇનોવેશનની સતત પ્રક્રિયાનો અનુભવ કરી શકે.

વિડિઓઝ

ઇનોવેશન નિષ્ઠાના
ડીએનએમાં રહેલું છે.

નિષ્ઠાનું ઇનોવેશન માટેનું પેશન તે જે આજે છે અને જે કામગીરી તે કરી રહેલ છે તે માટે કારણભૂત છે. તે જે પણ કામગીરી હાથ ધરે છે તેમાં એક આદર્શ વિચાર સમાયેલો છે: ડાયમંડ્સને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેશન. નિષ્ઠા ઇનોવેશનની ભાવનામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને સમયની માંગ સાથે પ્રોડક્ટ્સને ઢાળવાની વૃતિ નિષ્ઠાની ગ્રોથ સ્ટોરીને આગળ ધપાવી રહેલ છે.

20
+

વર્ષોનો અનુભવ

2000
+

ખુશખુશાલ ગ્રાહકો

10000
+

ઇન્સ્ટોલેશન્સ

પ્રગતિનો પથ

ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને સમર્પિત સફર

1998

લેથ

2004

મેકસી

2006

રેઈનબો

2008

નેનો

2009

એરો

2010

પ્રીએન્ગલ

2011

વીટફોર્સ

2012

વીટર

2012

ટાઈની

2013

રેનો-ગોલ

2013

રેનો

2014

ટોપેક્સપ્લસ

2015

આઈબ્લોક

2016

ઓલ ઇન વન

આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવતી ટેક્નોલોજી

મેન્યુફેકચરિંગ

  • નિષ્ઠાનો અત્યંત આધુનિક ડિઝાઈન અને મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ રાજકોટ શહેરના સીમાડે સ્થિત છે. જે ભારતના સૌથી ઉદ્યોગપ્રધાન અને ગતિશીલ રાજ્યોમાંના એક એવા ગુજરાત રાજ્યમાં સ્થિત છે, અને જે એન્જીનીયરીંગમાં કુશળતા માટે સુવિખ્યાત છે.
વધુ જાણો ...

ગુણવત્તા

  • એક ગુણવત્તા – કેન્દ્રીત ઉત્પાદન એકમ તરીકે નિષ્ઠા શ્રેષ્ઠ મશીન્સ અને ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન પ્રત્યે મહત્તમ ધ્યાન આપે છે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મશીનો અને અજેય ગુણવત્તાવાળા ઉપકરણોના ઉત્પાદન માટે નિષ્ઠા ગુણવત્તાસભર રો-મટીરીયલનો ઉપયોગ કરે છે.
વધુ જાણો ...

સફળતામાં સહભાગી

  • નિષ્ઠા તેનો અનુભવ, સેવાઓ, વ્યક્તિગત ઉકેલો સર્જવા માટે જે તેના ગ્રાહકોની ડાયમંડ મેન્યુફેક્ચરીંગ પ્રોસેસીસને સરળ બનાવે છે અને નક્કર પરિણામ લાવી આપે છે. તે માટે નિષ્ઠા કદી વિશ્વાસ આધારિત કાયમી સંબંધો વિકસિત કરવાથી ખચકાયું નથી.
વધુ જાણો ...

અમે ડાયમંડ ને વધુ સરળ બનાવીએ છીએ.

વધુ જાણો ...

અમારા ક્લાયન્ટ્સના અમારા વિષે અભિપ્રાયો

નિષ્ઠા દ્વારા ખરેખર આધુનિક ટેકનોલોજીવાળા મશીન્સ બનાવવામાં આવે છે. તેનાથી ઓપરેટર્સ અને ડાયમંડ કંપનીઓ માટે બ્રુટીંગ પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે, જે ખૂબ જ ઉપયોગી છે.

નીતા એક્સપોર્ટ્સ

નિષ્ઠા દ્વારા મેન્યુફેકચર થતા ડાયમંડ પ્રોસેસિંગ મશીન્સની ખુબ જ સંતોષકારક કામગીરી જોવા મળેલ છે. અમે એ વાતની દાદ આપીએ છીએ કે તેઓના ઓટોમેટીક મશીન્સ દ્વારા અમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.

શુભલક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.

અમે નિષ્ઠા ઓટોમેશન પાસેથી મલ્ટીપલ ડાયમંડ મશીન્સ લીધેલા છે, અમને તે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોન્સ માટે અત્યંત ઉપયોગી થયા છે.

હરિકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.